આ ગાર્ડન શહેરમાં હરિયાળો માહોલ ઉભો કરવા તેમજ નાગરિકોને આરામ અને સ્વસ્થ જીવનશૈલી માટે ઉત્તમ સ્થળરૂપ બનશે.

આ લોકાર્પણ પ્રસંગે કલોલના ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કલોલ શહેરમાં વિકાસના વિવિધ કામો ઝડપથી આગળ વધી રહ્યા છે. શહેરના નાગરિકોને સ્વચ્છ, સુંદર અને આધુનિક સુવિધાઓ મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને પ્રેરણારૂપ બનાવી સમાજના સર્વાંગી વિકાસ માટે આવી જાહેર સુવિધાઓ મહત્વપૂર્ણ સાબિત થશે.

કાર્યક્રમમાં કલોલ શહેર સંગઠનના પ્રમુખશ્રી જીતુભાઈ પટેલ, કલોલ નગરપાલિકાના પ્રમુખશ્રી શૈલેષભાઈ પટેલ, વોર્ડ નં. ૪, ૫ અને ૧૧ ના કાઉન્સિલરશ્રીઓ, નગરપાલિકાના સભ્યો, પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

નવનિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ગાર્ડન શહેરના નાગરિકો માટે હરિયાળો, સ્વચ્છ અને સકારાત્મક પર્યાવરણ પ્રદાન કરતું મહત્વપૂર્ણ જાહેર સ્થળ બનશે અને શહેરના સૌંદર્યમાં વધારો કરશે
બ્યુરો ચીફ વિમલ પારેખ ઈન્ડિયા ટીવી લાઈવ કલોલ






