આજે ફાગણી પૂનમ – હોળીના પાવન અવસરે મેમનગર વિસ્તારમાં આયોજિત હોલિકાદહન કાર્યક્રમમાં પક્ષના ઊર્જાવાન કાર્યકર્તાઓ અને સ્થાનિક રહેશોની સાથે વૈદિક હોળી પ્રાગટ્ય અવસરે સહભાગી થવાનો અવસર આધ્યાત્મિક ઊર્જાની અનુભૂતિ આપનાર બની રહ્યો. આપણી સંસ્કૃતિમાં હોલિકાદહનનું આગવું મહત્ત્વ છે. નકારાત્મકતાના નાશ અને સકારાત્મકતા ઊર્જાના પ્રસાર માટે સૌ એક થઈને પ્રાર્થના કરતા હોય છે. જીવનમાં રાગ-દ્વેષ

ભૂલીને સૌને સ્નેહથી મળવાનો અને સામાજિક સમરસતાનો સંદેશ આ પર્વ આપે છે. વૈદિક હોળી પ્રગટાવીને અહીં પર્યાવરણ પ્રત્યે જે જાગૃતિ દર્શાવવામાં આવી તે સરાહનીય છે. આપણે સૌ સાથે મળીને આ રંગોત્સવને એવી રીતે ઉજવીએ કે જેનાથી પર્યાવરણનું પણ જતન થાય. આજના આ અવસરે હોળી દર્શન ઉપરાંત માનવ મંદિર ખાતે દર્શન કરીને ધન્યતા અનુભવી. રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને સર્વાંગીણ વિકાસ માટે પ્રાર્થના કરી.
ગુજરાત બ્યુરો ચીફ.જી.એસ. સોલંકી






