ધોળકા એજ્યુકેશન સોસાયટી દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રાસોત્સવ 2026 નું આયોજન કરવામાં આવ્યું

ધોળકા એજ્યુકેશન સોસાયટી દ્વારા તા – 16/02/2026 ને સોમવારના રોજ સોસાયટી સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો સામૂહિક સાંસ્કૃતિક કાર્યક્રમ ” રાસોત્સવ ૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, વિદ્યાર્થીઓ નો સર્વાંગી વિકાસ થાય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે અવનવા શિખરો સર કરી શકે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં આતિથી તરીકે શ્રી દિનેશભાઈ ડાંગા- (CMD શ્રી હંસ એલોય લી.) તથા શ્રી કિરણભાઈ પટેલ (CEO – જગદંબા પોલિમર પ્રા. લી.) ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભવ્યો, કાર્યક્રમ માં ધોળકા એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ સાહેબ , ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ ચાવડા સાહેબ, માનદ મંત્રી શ્રી જૈનિકભાઈ પટેલ સાહેબ, સહ માનદ મંત્રી શ્રી જયેશભાઈ ત્રિવેદી સાહેબ, કારોબારી સભ્યશ્રી

ચિતરંજન ભાઈ દાસ, શ્રીમતી કાલિન્દીબેન પટેલ, શ્રી રોહિતભાઈ પટેલ તથા વિદ્યા પ્રચારક સમિતિ ના હોદ્દેદારશ્રીઓ અને ધોળકા નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી.
આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓની કુલ 13 કૃતિઓ રજૂ કરવામાં આવી, જુદી જુદી કૃતિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ ચિત્ર રજૂ થયું, નાના નાના ભૂલકાઓ દ્વારા સમાજમાં વિવિધ સંદેશાઓ આપતી જુદી જુદી કૃતિ જેવી કે જળ બચાવો, ઓપરેશન સિંદૂર, માનસિક સ્વાસ્થ્ય, સ્ત્રી સશક્તિકરણ, મોબાઈલ એડિક્શન, ફૂડ સેફટી વગેરે જેવી ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરી.
કાર્યક્રમના અતિથિઓ તથા ધોળકા એજ્યુકેશન સોસાયટીના વિવિધ હોદ્દેદાર શ્રીઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ અનુદાનની જાહેરાત કરી.
કાર્યક્રમની ભવ્ય સફળતા અંગે ધોળકા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ સાહેબે સર્વે સંસ્થાઓને શુભેચ્છાઓ પાઠવી. પ્રતિ ભાગી વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં આ પ્રકારના કાર્યક્રમમાં વધુને વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાય તે માટે આહવાહન કર્યું

ચીફ એડીટર ગણેશ રાવત

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x