ભારતી આશ્રમ જુનાગઢ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત

ભારતી આશ્રમ દ્વારા સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ઘણી પ્રશંસનીય પ્રવૃતિઓ થાય છે.તેમ ચાલુ વર્ષે આ આશ્રમ દ્વારા વિવિધ જિલ્લાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં* *આવ્યા.તા.13.2.2026ને શનિવારે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આ કાર્યક્રમ વિશાળ મેદની અને રાજકીય ધાર્મિક મહાનુભવોની હાજરીમાં યોજવામાં આવ્યો.**આ પ્રસંગે વિવિધ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી તેમાં ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાની વડીયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ગુણવંતરાય ડાહ્યાભાઈ ચાવડા જેઓની પસંદગી થતા ગામ,શાળા,અને પરિવારે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે.ગુણવંતરાય ચાવડા અને તેમના ધર્મ પત્ની હર્ષાબેન ચાવડા વ્યવસાયે શિક્ષક છે જેઓ શાળા અને બાળકોને ખૂબ નિષ્ઠાથી ન્યાય આપે છે.તાજેતરમાં ડીડીઓ સાહેબ અને ટીડીઓ સાહેબે પણ વડીયા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.તેમની કામગીરી અને નિષ્ઠાથી ખૂબ પ્રભાવિત થયા હતા.**પરમ પૂજ્ય બ્રહ્મલીન મહા મંડલેશ્વર શ્રી 1008 સ્વામી શ્રી વિશ્વંભર ભારતી બાપુ શ્રેષ્ઠશિક્ષક એવોર્ડ અર્પણ કર્તા પરમ પૂજ્ય સંત શ્રી હરિહરાનંદ બાપુ જૂનાગઢના હસ્તે સાથે વિશાળ સંખ્યામાં સંતો અને મહંતો તેમજ રાજ્ય કક્ષાના પેટલાદ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈની ઉપસ્થિતિમાં શિવરાત્રી પૂર્વે શનિવારે સર્વેનું સન્માન કરવામાં આવ્યું.સર્વે સંતોએ એવોર્ડ મેળવનાર શિક્ષકો ઉપર પુષ્પવર્ષા કરી હતી અને અભિનંદન પાઠવ્યા. સાથે એવોર્ડ મેળવનાર સર્વે શિક્ષકોએ આશીર્વાદ મેળવ્યા.સર્વે શિક્ષકોએ પણ સંતો મહંતો અને સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો.હર હર મહાદેવ.

રિપોર્ટર દિનેશ ઠાકોર

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x