આ હિન્દુ સંમેલન’માં ઉદબોધન કરતાં મુખ્ય વક્તા શ્રી શુદ્ધ ચરિત્રદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, હિન્દુ જાગરણની દિશામાં નવી ઊર્જા અને નવી ચેતનાનો સંચાર કરવો એ સમયની માંગ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખીને જ આપણે એક સમર્થ ભારતનું નિર્માણ કરી શકીએ છીએ.સંમેલનમાં અન્ય મુખ્ય અતિથિ અને ધર્માચાર્ય શ્રી બાલકનાથ મહારાજ (સતકેવલ સંપ્રદાય, પાંચલીપુરા) અને શ્રી શરણદાસ મહારાજ (સંતરામ

મંદિર, સોજિત્રા) ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા કાર્યવાહ શ્રી ભાવેશભાઈ ત્રિપાઠીએ પ્રાસંગિક વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, સામાજિક સમરસતા અને સંગઠન શક્તિ દ્વારા જ રાષ્ટ્ર પર આવતા પડકારોનો સામનો કરી શકાય છે. સંમેલનના પ્રારંભમાં સ્થાનિક કલાકારો દ્વારા ભક્તિમય સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.આ વિરાટ હિન્દુ સંમેલનમાં સોજિત્રા પંથકના મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, સમાજના વિવિધ શ્રેષ્ઠીઓ, આગેવાનો અને સંઘના સ્વયંસેવકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન આયોજક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર અજયસિંહ રાઠોડ






