ફરી એકવાર 108 સેવા જીવા દોરી સમાન સાબિત થઈ છે

તારીખ: 30/12/2025
સ્થળ:- SDH હોસ્પિટલ ધંધુકા તા: ધંધુકા જી:- અમદાવાદ

આજના યુગમાં 108 એમ્બ્યુલન્સ સેવાએ અનેક જીવન બચાવ્યાં છે. તેમાંથી એક અનોખી ઘટના ધંધુકા નજીક બની છે જ્યાં એમ્બ્યુલન્સમાં જ એક પ્રસૂતાએ સ્વસ્થ બાળકી ને જન્મ આપ્યો હતો. આ ઘટના માત્ર એક ડિલિવરી નહીં, પણ તાત્કાલિક સેવાઓની કામગીરી અને માનવતાના ભાવને દર્શાવતું વિશિષ્ટ ઉદાહરણ છે.
        શીતલબેન વિહાભાઈ ઉંમર: 20 ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં હતાં. મોડી રાત્રે તેમને દુખાવાની તીવ્ર તકલીફ શરૂ થઇ. અને ડોક્ટર સાહેબ એ જોયું તો બાળક ઊંધું હોવાથી મોટી હોસ્પિટલમાં ગર્ભાવસ્થા માતાને તત્કાલીન સારવાર માટે ડોક્ટર સાહેબ દ્વારા તરતજ 108 એમ્બ્યુલન્સ પર ફોન કરીને મદદ માંગવામાં આવી. કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક મદદ મોકલવામાં આવી અને  (એમરજન્સી મેડિકલ ટેક્નિશિયન) EMT સચિન માળી તથા PILOT શક્તિસિંહ ઝાલા સ્થળે સમયસર પહોંચી ગયા. જ્યારે એમ્બ્યુલન્સ હોસ્પિટલ તરફ જતા રસ્તામાં હતી, ત્યારે પ્રસૂતા માતાનો દુખાવું અતિ તીવ્ર બની ગયો અને ડિલિવરી તાત્કાલિક કરવાની ફરજ પડી. EMT સચિન મળી દ્વારા અને ERCP ડો.દેવ સરની સલાહ મુજબ એમ્બ્યુલન્સની અંદર જ  ડિલિવરી કરવામાં આવી.બાળક અને માતા બંને સંપૂર્ણ સ્વસ્થ છે અને હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા. અને માતાના પરિવાર જનો એ 108 સ્ટાફ નો આભાર માન્યો હતો

રિપોર્ટર સહદેવ બેલદાર

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x