કડી તાલુકાના થોળ ગામે આવેલા રામદેવપીર મંદિરે આજે જલજીલણી અગિયારસ ના દિવસે પરંપરાગત લોક મેળો યોજાય છે જેમાં રામદેવપીર મંદિરે ભજન સંધ્યા નો કાર્યક્રમ રાખેલ હોય છે અને કલાકારો દ્વારા ભજન ગવાય છે ત્યા

રબાદ રામદેવપીર મંદિરના પટાંગણમાં લોકમેળો યોજાય છે જેમાં ખાણી પીણી . નાસ્તા ના સ્ટોલો તથા રમકડા ના સ્ટોલો ઊભા કરાય છે લોકો દૂર દૂરથી આ મેળાનો લાભ લેવા માટે ઉમટી પડે છે અને લોકો રામદેવપીર મંદિરના દર્શન કરી ધન્ય બને છે અને બીજું કે આજે જલ જીલણી અગિયારસના દિવસે ઠાકોરજી ને ઘર ઘરમાં પધરામણી કરાય છે જેમાં ગામનું ભક્ત મંડળ ઠાકોરજીને ડોલીમાં લઈને વાગતા ઢોલે અને ભજનની સરવાણી કરતા કરતા ઘરે ઘરે પધરામણી કરવા જાય છે જેમાં સૌના ઘરમાં ઠાકોરજી બિરાજમાન થાય છે અને આખું વર્ષ સુખ શાંતિ ભર્યું નિવડે છે.
રિપોર્ટર હર્ષદ ચૌહાણ. કેમેરામેન જય પટેલ






