કડી તાલુકાના થોળ ગામે આજરોજ પીએમ કિસાન યોજના અંતર્ગત 24 માં હપ્તા પેટે ડી બી ટી મારફતે દેશના 9.34 કરોડ થી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા 18.680 કરોડ થી વધુની સહાય રાજ્યના 52.33 લાખથી વધુ ખેડૂતોને 1051 કરોડથી

વધુની સહાય વિતરણ કાર્યક્રમ થર્ડ હાઇસ્કુલ ના હોલમાં યોજાયો હતો માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભીલડીમાં ઉદબોધનનું લાઈવ પ્રસારણ નિહાળવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જે પ્રસંગે કડી

તાલુકાના યુવા મોરચા ભાજપ ના પ્રમુખ નીરજભાઈ પટેલ. જિલ્લા પંચાયત મહેસાણા ભાજપ ના ઉપપ્રમુખ માસંગજી ઠાકોર. કડી તાલુકા પંચાયત સદસ્ય ભાજપ ના રમણભાઈ પટેલ થોળ સરપંચ ચીમનજી ઠાકોર. ઉપપ્રમુખ રસિક જી ઠાકોર . થોળ તલાટી વિષ્ણુભાઈ દેસાઈ. સંજયભાઈ વાઘેલા તેમજ પૂર્વ ડેલીગેટ ઇફકો ન્યુ દિલ્હીના નવીનભાઈ પટેલ તેમજ પંચાયત સભ્યો હાજર રહ્યા હતા.
રિપોર્ટર હર્ષદ ચૌહાણ કેમેરા મેન જય પટેલ






