ધોળકા નગરમાં મારુતિ નગર નું હિન્દુ સંમેલન યોજાયું : પંચ પરિવર્તન વિશે થઈ

આજ રોજ ધોળકા નગર ના મારુતિ નગર વસ્તી નું હિન્દુ સંમેલન યોજાયું. જેમાં વિસ્તાર ના સામાજિક આગેવાન ની હાજરી રહી. મુજપુર ગામના રામદેવ મંદિર ના મહંત શ્રી પુનિત બાપુ ના આશીર્વચન મળ્યા. બાપુ દ્વારા હિન્દુ સમાજ ને સંગઠિત થવાનું આહ્વાન થયું. વિસ્તાર ની બાળાઓ દ્વારા ખુબજ સરસ દેશભક્તિ ગીત રજૂ કરવામાં

આવ્યા. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત ના સામાજિક સમરસતા સંયોજક મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા બૌદ્ધિક થયું જેમાં પંચ પરિવર્તન, હિન્દુ સમાજ ના રીતિ રિવાજ જે ધર્મસંગત છે ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન સાથે જોડાયેલા છે. પર્યાવરણ ના સંવર્ધન વિશે વિશેષ મહત્વ અપાયું. સામાજિક સમરસતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. નાગરિક બોધ અને સ્વભાષા, સ્વભુષા જેવા બિંદુ દ્વારા સમાજ નિર્માણ ની વાત થઈ. વિસ્તાર ના

ભાઈઓ તથા બહેનો સારી એવી સંખ્યા માં સંમેલન માં જોડાયા હતા. હિન્દુ સંમેલન સમિતિ દ્વારા વિસ્તાર ના વિશિષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું. સંમેલન ને સફળ બનાવવા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા ખુબજ મહેનત કરવામાં આવી હતી.

રિપોર્ટર વિજય પટેલ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x