દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે આમઆદમી પાર્ટીની સભા યોજાય હતી જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદકેજરીવાલ . પંજાબના હાલના મુખ્યમંત્રી ભગવત માન પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવી.ચૈતર વસાવા.નરેશભાઈ બારીયા .રાકેશભાઈબારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.જેમાં આજુબાજુના તાલુકા જિલ્લા માંથી 2 લાખ જેટલા ભાઈઓ બહેનો આ સભામાં સ્વયંભૂ ઉમટી પડ્યા હતા.હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક હોય એવામાં

લીમખેડા નું રાજકારણ ગરમાયું છે પબ્લિક ના મતે આ વખતે ચોક્કસ પરિવર્તન લાવીશું એવા મૂડ સાથે પબ્લિક પોતાના ખર્ચે ગાડીઓ કરી સભામાં આવી હતી.જેમાં પંજાબ ના મુખ્યમંત્રી પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પંજાબમાં મેડિકલ સેવા વીજળી બિલ ફ્રી .હાલમાં 65000/ યુવા નો ને નોકરી ની તકો આપી છે જયારે ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર સિવાય કંઈજ કર્યું નથી . છેલ્લે.આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી ની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.અને સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં સામાન્ય જનતાને ઉમેદવારી કરવાની વાત કરી હતી આ વખતે ગુજરાતમાં આમ આદમીની સરકાર બનવાની વાત કરી હતી .તથા બેરોજગાર યુવાનો ને નોકરી અને પરીક્ષામાં થતા .પેપર લીક પર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી
બ્યુરો ચીફ રાજેન્દ્ર કુમાર મકવાણા






