કેવીપીએસએસ અમદાવાદ રીજનનું પ્રાદેશિક અધિવેશન ભવ્ય રીતે યોજાયું

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી 2026:Kendriya Vidyalaya Pragatisheel Shikshak Sangh (KVPSS) અમદાવાદ રીજનનું પ્રાદેશિક અધિવેશન પીએમ શ્રી કે.વી. નં. 1, સેક્ટર-30, ગાંધીનગર ખાતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાયું.અધિવેશન દરમિયાન રીજનના વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ, જેમાં તમામ પદાધિકારીઓ સભ્યોની સર્વસંમતિથી ચૂંટાયા.શ્રી બીરેન કુમાર રાઠોડને અમદાવાદ રીજનના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા, જ્યારે શ્રી શર્મા કમલ ગણપતલાલ (પીઆરટી), પીએમ શ્રી કે.વી. નં. 1, ગાંધીનગરને મહાસચિવ તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા.ચૂંટણી પ્રક્રિયામાં શ્રી એમ. કે. વ્યાસ, પૂર્વ પ્રાચાર્ય, કે.વી. નં. 1, ગાંધીનગરએ પ્રેસાઈડિંગ ઓફિસર તરીકે માર્ગદર્શન આપ્યું. શ્રી પવન સુથાર, પ્રાચાર્ય, કે.વી. નં. 3, ગાંધીનગર કૅન્ટે ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવી.અધિવેશનમાં રીજનના વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોના શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ લોકશાહી પરંપરા અને શિક્ષક એકતાના ઉદાહરણરૂપ રહ્યો.

રિપોર્ટર સંજય ઠાકોર

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x