થોળ પક્ષી અભ્યારણમાં પક્ષી ગણતરી નો સર્વે હાથ ધરાશે( થોળ પક્ષી અભયારણ્ય બે દિવસ બંધ રહેશે

તારીખ 31/1/ 26 શનિવાર તારીખ 1/ 2/2026 રવિવાર એમ બે દિવસ મુલાકાતિઓ માટે પ્રવેશ બંધ કરાશે .
કડી તાલુકાના થોળ ગામે આવેલ પક્ષી અભ્યારણના આગામી તારીખ 31 જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીના રોજ દેશી અને વિદેશી પક્ષીઓનો તંત્ર દ્વારા પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવશે
પક્ષીઓની ગણતરીમાં કોઈ પ્રકારની ખલેલના પહોંચે અને કામગીરી શાંતિપૂર્ણ થાય તે હેતુથી ગુજરાત રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ડો. જયપાલસિંઘ દ્વારા બે દિવસ અભ્યારણમાં આવતા મુલાકાતથીઓ તેમજ

પ્રવાસીઓ માટે તથા સામાન્ય જનતા માટે પ્રવેશબંધી નો જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમન 1972 ની કલમ 28 કલમ 33 હેઠળ મળેલી સત્તાના આધારે નિર્ણય લેવાયો છે .
@# પક્ષી ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે એક ખાસ અગત્યની માહિતી છે વાર્ષિક ગણતરી માં નિષ્ણાત બર્ડ વોચરો અને સરકારી અધિકારીઓની ટીમ હોય છે જેમાં 10 થી 12 ના ગ્રુપમાં ટીમ વહેંચાઈ જતી હોય છે અને પક્ષીઓની ચોક્કસ સંખ્યા જાણવા માટે અવરજવર કરતા પક્ષીઓ ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓ તેમજ ઉડતા પક્ષીઓની સવાર અને સાંજ એમ બે સમયગાળા દરમિયાન પક્ષીઓનો સર્વે કરવામાં આવે છે થોળ અને નળ સરોવરમાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બને છે જેની વિગતવાર નોંધણી કરવામાં આવે છે અને તેનો પરિણામ જાહેર કરવામાં આવે છે કે આ વર્ષે કેટલા પક્ષીઓ આવ્યા હતા અને કેટલા રોકાયા અને કેટલા વિદેશ જતા રહ્યા એ અંગેની સંપૂર્ણ માહિતી વાઇલ્ડ લાઇફ ઝોન અંતર્ગત જાહેર કરવામાં આવે છે. અને જેથી ચોક્કસ પક્ષીઓની માહિતી મળી રહેશે.

રિપોર્ટર હર્ષદ ચૌહાણ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x