નારોલી ગામ પાસે આવેલી આજવાડા કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ કેનાલમાં લાશ તરતી જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને લાશને બહાર કાઢી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે લાશની ઓળખ માટે તપાસ શરૂ કરી છે તેમજ વધુ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે
રિપોર્ટર સિદ્ધરાજસિંહ ચૌહાણ






