ઉતરાયણ પર્વને અનુલક્ષીને સંજેલી પોલીસ મથકે પીઆઇ એ પતંગ ના વેપારીઓ સાથે બેઠક યોજી

આજે તારીખ 10 જાન્યુઆરી 2026 ના રોજ સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે સંજેલી પોલીસ મથકે પી.આઈ જી બી પરમારે ઉતરાયણ પર્વને અનુલક્ષીને સંજેલી નગરના પતંગના વેપારીઓ સાથે બેઠક યોજી હતીઆ બેઠકમાં ઉપસ્થિત વેપારીઓને ચાઈનીઝ દોરી અને તુક્કલ વેચાણ અંગે જાહેરનામાની પીઆઇ જીબી પરમારે સમજ કરી હતી

તેઓએ ઉપસ્થિત વેપારીઓને વધુમાં જણાવ્યું હતું કે સંજેલી નગરમાં તેમજ સંજેલી તાલુકામાં કોઈપણ વેપારીએ ચાયનીજ દોરી અને તુક્કલ નું વેચાણ કરવું નહીં જો કોઈ વેપારી આવું વેચાણ કરતો ઝડપાશે તો તેની સામે કડકમાં કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

આ વેળાએ બેઠકમાં ઉપસ્થિત વેપારીઓએ પણ પીઆઈ ને બાહેધરી આપી હતી કે અમે કોઈ પણ વેપારીઓ ચાઈનીઝ દોરી કે તુક્કલ નું વેચાણ કરતા નથી અને કરીશું પણ નહીં તેમ છતાં જો કોઈ વેપારી આવું વેચાણ કરતા હશે અને અમારી જાણમાં હશે તો તેની માહિતી અમે સંજેલી પોલીસ મથકે આપીશું

આ બેઠકમાં મોટી સંખ્યામાં સંજેલી નગરના તેમજ આસપાસના પતંગ ના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર સલમાન ડોકિલા ફતેપુરા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x