રવિવારના રોજ ધોળકા નગર ગોવાળીયા વાસ વસ્તી દ્વારા હિન્દુ સંમેલન કુમાર શાળા નંબર – ૦૨ ની બાજુ માં આવેલ મેદાન માં યોજાઈ ગયું સાંજના ૩:૩૦ થી પ:૦૦ સુઘી હોમાત્ક યજ્ઞ કરવામાં આવેલ તેમા સમિતિ સભ્યો દ્વારા પુજન અર્ચન કરી હોમ કરવામાં આવેલ અને મારૂતિ યજ્ઞ પુરા ભાવ સાથે કરવામાં આવેલ યજ્ઞ બાદ સમુહ હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવેલ ત્યાર બાદ હિન્દુ સંમેલન કાર્યકમ નો પ્રારંભ કરવામા આવેલ સંતો તથા સમિતિના હોદેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ પૂ. સંતોનું પુષ્પ હારથી સ્વાગત કરવામાં આવેલ પૂ.સંત શ્રી શંકરબાપુ- રામદેવ. મંદિર મુજપુર તથા પૂ. કાળીદાસ મહારાજ લંબે હનુમાનજી મંદિર – ધોળકા ઉપસ્થિત રહી આર્શિવચનો આપેલ ત્યાર બાદ ઉપસ્થિત વકતાશ્રીઓ એકતા અને અખંડ તાની સમાજ ને

સમજાયું. હિન્દુ સંમેલન શા માટે? તથા સમાજ પર આવી પડેલી સમસ્યા તથા પડકારો વચ્ચે આપણી એકતા કેમ રહે તે બાબતે વક્તાશ્રીઓએ પોતાનાં વ્યકત્ય માં વણી લીધેલ રાષ્ટ્રિય સ્વયં સેવક સંધના સહ – સામાજિક સમરસતા સંયોજક સૌરાષ્ટ્ર પ્રાંત ના માન.શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ એ સંઘના ૧૦૦ વર્ષે પૂર્ણ તથા શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે હિંદુત્વ તથા રાષ્ટ્રીયતા વિશે વાત કરી જેમા પાંચ મુખ્ય સંકલ્પો પંચ – પરીવર્તન વિશે જણાવેલ સમાજ પોતાની રીતે આ પંચ – પરિવર્તતના બિંદુઓ પ્રત્યે જાગ્રત થાય તેમજ પોતાના જીવન માં અમજીકરણ છે એવા સામાજીક સમરસતા એટલે સમાજ માં કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી. દુનિયા માઁ અસ્પૃશ્યતા પાપ નથી તો દુનિયા માઁ પ્લકોઈ પાપ નથી. એ સમાજે સ્વીકારીને ચાલવું પર્યાવરણ માટે દરેક વ્યક્તિગત તેમજ સામુહિક રીતે પ્રયત્ન કરે. વૃષ્યોનું જતન કરે પાણીનો બચાવ કરો, સીંગલયુઝ પ્લાસ્ટીક નો ઉપયોગ ઘટાડવો કુટુમ્બ પ્રબોધન જેમાં કુટુંબ બધાં સામુહિકતાથી મંગલસાભા, ઘર સભા , સામૂહિક પ્રાર્થના કરે જેમા ઘર – પરિવાર ના સદસ્યો સાથે સંવાદ થાય અને આપણા વચ્ચે ચાલતા દુષણો થી અવગત કરાવવી સ્વદેશી આપણા દેશ કે સ્થાનીક વસ્તુ નો ઉપયોગ કરવો સ્વભાષા, સ્વભૂષા, સ્વભોજન, ભજન અને ભ્રમણ થાય તેવા પ્રયત્નો કરવા નાગરીક કર્તવ્ય સંવિધાને આપેલ હકની સાથે આપણી કેટલીક ફરજો છે તેનો આપણે અમલ કરીયે. આ કાર્યક્ર્મ ને સફળ બનાવવા ગોવાળિયા વાસ વસ્તી સમિતિ ના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ રાણા, શ્રી વિજયભાઈ ઠાકોર કોષાધ્યક્ષ શ્રી સુરેશભાઈ વૈષ્ણવ, શ્રી ઘનશ્યામભાઈ ઠાકોર મંત્રી શ્રી અરવિંદભાઈ કાગસિયા, શ્રી રાજુભાઇ પ્રજાપતિ, નારણભાઈ લાકડીવાલા અને તેમજ અલ્કેશભાઈ રાણા, કાલિદાસભાઈ રાણા, નવઘણભાઈ કાગસિયા,લાલભાઈ ઠાકોર, લાલજીભાઈ રાણા, વસંતભાઈ ઠાકોર શૈલેષભાઈ ઠાકોર, તથા આ કાર્યક્ર્મ માં રોકડ નિધિના દાતા શ્રી રાણા સમાજ, કાગસિયા સમાજ, પ્રજાપતિ સમાજ, ગોવાળિયા વાસ ઠાકોર સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજ અને વસ્તુ સ્વરૂપે આપેલ સેવા જેમાં હરસિદ્ધિ ફરસાણ, ભરતસ્વીટ, સંતોષફરસાણ, ખોડીયાર ફરસાણ, કૈલાશ ફરસાણ, પત્રિકા માટે હિમાલય ભાઈ ઠાકોર, પાણી સેવા હર્ષદભાઈ સથવારા, મંડપ સેવા લાભ ભાઈ રાણા, સાઉન્ડ સિસ્ટમ સેવા ક્ષત્રિય ઠાકોર સમાજ, ઘી સેવા માટે રાધીકા જવેલર્સ, હસમુખ ભાઈ સાડી વાળા અને સ્થાન માટે સ્થાનીક સમાજ અને અન્ય નામી અનામી દાતા શ્રીઓ નો અને પ્રશાસન અને પોલીસ પ્રશાસન નો સહકાર મળેલ છે.
સ્થાન :- કુમાર શાળા નંબર – ૦૨ ની બાજુ નુ મેદાન કંસારા ઓળ સામે ધોળકા.
યુગાબ્ધ ૫૧૨૭ વિક્રમ સંવત ૨૦૮૨ પોષ વદ એકમ
તારીખ :- ૦૪/૦૧/૨૫ રવિવાર
ઉપસ્થિત સંખ્યા
પુરૂષ :- ૨૮૬
મહિલા :- ૧૧૩
બાળકો :- ૨૭






