GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ મહત્વની ચર્ચા
સોમવારે GIFT સિટીમાં GIFT Economic Forum 2026 યોજાઈ. ન્યૂઝ કેપિટલ નેટવર્ક દ્વારા આયોજિત આ ઈવેન્ટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડંકાની ચોટ પર ગુજરાતની નવી ચેનલ ‘ન્યૂઝ કેપિટલ માર્કેટ’નો શુભારંભ કરાવ્યો. આ સાથે જ GEFમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા સહિત મંત્રી કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, મનીષા વકીલ સહિત મહાનુભાવો હાજર રહ્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂઝ કેપિટલ માર્કેટ ચેનલ લોન્ચ કરી પ્રાસંગિક ઉદબોધનમાં પોતાના ભાષણને હળવા

અંદાજમાં શરૂઆત કરતા ગંભીર વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, અત્યારે તો બિઝનેસમાં શેરબજાર ડાઉન છે. એની જેમ દરેક પળ આપણા હાથની બાજુ ન હોય તો બહુ દુ:ખી થવું નહીં, આપણા હાથમાં જે નથી એમાં દુ:ખી થવાનું નથી. એક થઈ પહોંચી વળીએ, સૌ સાથે મળી પહોંચી વળીએ. ગમે તે પરિસ્થિતિ આવે ડર્યા વગર બહાર નીકળીએ, પહેલા પણ બહાર નીકળ્યા હતા અને આગળ પણ બહાર નીકળીશું.
સીએમના સંબોધન બાદ મંત્રીશ્રીઓ અને જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા મહત્વના મુદ્દાઓ પર રસપ્રદ ચર્ચા થઈ. જેમાં સૌ પ્રથમ પેનલ ડિસ્કશનમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોહન સારાભાઈ, શેખર પટેલ અને ગોકુલ જય શ્રીકૃષ્ણ સાથે ભાગ લીધો હતો. જેમાં તેમણે ગુજરાતની સફળતા અંગે કહ્યું હતું કે, જ્યાં સુધી રાજ્ય પારદર્શક ન હોય ત્યાં સુધી રાજ્યનો પાયો મજબૂત ન થાય. આપણે 100 ટકા પારદર્શકતાથી ચાલતું રાજ્ય છીએ. જેના

ઉદ્યોગો પણ પોલિસીના માધ્યમથી આવતા હશે. આપણે બધા જ માટે એક સરખું વ્યવહાર રાખતું રાજ્ય છે.
કોન્કર ઓફ કેપિટલ માર્કેટ વિષય અંતર્ગત યોજાયેલી પેનલમાં જૈનમ બ્રોકિંગ લિમિટેડના ફાઉન્ડર, ચેરમેન, એમડી મિલન પરીખ, કુંવરજી ગ્રુપના ચેરમેન નયન કુંવરજી, સ્ટેટ ફાઇનાન્સ કમિશનના પ્રમુખ યમલ વ્યાસ દ્વારા ચર્ચા કરવામાં આવી. અહીં યમન વ્યાસે શેરબજારનો ઐતિહાસિક સંદર્ભ આપ્યો હતો. ત્રીજી બેઠક ફાર્માસ્યુટિકલ વિષયને લઈ યોજાઈ હતી. જેમાં વીરલ સીટવાલા, ડો.ભરત પટેલ અને પ્રફુલ પાનસેરિયા જોડાયા હતા. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, કોઈને એવું થાય કે દર્દીને રોજની ડાયાબિટીસ કે બીપીની દવા જોઈતી હોય, કે થેલેસેમિયા જેવા ગંભીર રોગો છે, જે કાયમી દવાઓ જોઈતી હોય, ઇન્જેક્શન આ બધી જ વ્યવસ્થા સરકાર દ્વારા વિનામૂલ્યે

કરવામાં આવે છે. મહિલાઓને લઈ યોજાયેલી પેનલ ડિસ્કશનનો વિષય ધ હ્યુમન બ્લ્યુપ્રિન્ટ રાખવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના મંત્રી મનીષાબેન વકીલ અને આશાબેન વઘાસિયા જોડાયા હતા.
બપોર બાદ યોજાયેલી બેઠકમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સ્ટેબલ ગવર્નન્સ મુ સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કદાચ આજના યુવાનને હું કહું કે આપણે કોંગ્રેસના વખતમાં અહીંથી સૌરાષ્ટ્ર પાણી ટ્રેનના માધ્યમથી મોકલતા હતા. તો આજના યુવાનને ખબર નહીં હોય. આજના યુવાનને એવું જ છે કે ચોમાસું હોય એટલે વરસાદ પડી જ જાય. શિયાળામાં ઠંડી વાય, ઉનાળામાં ગરમી થાય, પણ પાણી ટ્રેનના માધ્યમથી મોકલતા એ કદાચ સપના જેવું લાગે છે.

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, મંત્રી પ્રવીણ માળી અને કૌશિક વેકરિયાએ ગ્રીન એનર્જી-ક્લીન એનર્જી મુદ્દે વાર્તાલાપ કર્યો હતો. અર્જુનભાઈએ કહ્યું હતું કે, જે પડકાર છે આ સદીનો, ભારત માટે વિકાસનો પડકાર છે, અને ભારત અને દુનિયા માટે ક્લાયમેટ ચેન્જને રોકવાનો અને એમાં પોઝિટિવ ચેન્જિસ લાવવાનો પડકાર પણ એટલો જ મોટો છે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, દિનેશ કુંભાણી, જ્યોતીન્દ્ર મહેતાએ ધ કો ઓપરેટિવ કેટાલીસ્ટ વિશે વાત કરેલી. અહીં જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ગ્રામીણ ક્ષેત્રનું અર્થતંત્ર મજબૂત થાય તેનું કામ પ્રધાનમંત્રી મોદીએ કર્યું છે. ભારત સરકારની મેન રીત રહી છે કે ખેડૂતોને વધારે વળતર મળે. અંતે ગુજરાત વિધાનસભા સ્પીકર

શંકરભાઈ ચૌધરીએ ધ મિલ્ડ મિલિયન્સ વિષય પર સંવાદ કર્યો હતો. અહીં તેમણે આવનારા સમયમાં પશુપાલનને લઈને આવતી સમસ્યા વિશે વાત કરતા શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે આવનાર સમયમાં જે સૌથી મોટી સમસ્યા છે એ ફોડર, ફીડ અને હિટ ટોલરન્સીની છે. ગરમી એ આવનાર સમયમાં પશુપાલનની અંદર મોટી સમસ્યા બનવા જઈ રહી છે. પશુઓ માટે હિટ ટોલરન્સીની સમસ્યા દેખાય છે.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x