ઓલ ઇન્વેસ્ટર્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન ગુજરાત સ્ટેટ પ્રમુખ યોગેશભાઈ પટેલ આજ રોજ અમદાવાદ ખાતે સેબી ઓફિસની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાતની અંદર 30 લાખથી વધુ પલ્સ પીડિત રોકાણકારોની સમસ્યાના સમાધાન માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અગાઉ પણ ત્રણ થી 4 વાર આવેદનપત્ર આપેલા છે જે મામલો 2014 થી સુપ્રીમ કોર્ટની અંદર ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની અંદર ઓર્ડર 2/2/2016 થઈ

ગયો છે કે પીએસએલની તમામ પ્રોપર્ટી વેચી ગ્રાહકોના પૈસા પરત આપવામાં આવે પણ આજદિન સુધી 5 થી 10 ટકા લોકોને જ પેમેન્ટ મળ્યા છે. સુપ્રીમ કોર્ટની અંદર 2016 ની અંદર ઓર્ડર થઈ ચૂક્યો છે. પણ આજે 10 વર્ષ થયા હોવા છતાં ગુજરાતની અંદર પલ્સ પીડિત રોકાણકારો અને રોકાણ કરેલ રકમ. પૈસા પરત નથી મર્યા અને ઓનલાઈન સંબંધિત જે પણ સમસ્યાઓ આવી રહી છે એ સંબંધિત સમસ્યાઓના સમાધાન માટે આજે સેબી ઓફિસની અંદર ઓલ ઇન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઇઝેશન ગુજરાત સ્ટેટ પ્રમુખ યોગેશભાઈ પટેલ, પ્રકાશભાઈ ભારોટ, રમણભાઇ બારોટ ભરતભાઈ બારોટ, રતનલાલ બારોટ જયંતિભાઈ જયંતીભાઈ આવા તમામ કાર્યકર્તાઓ સાથે મળીને આજે સેબી કાર્યાલયની અંદર આવેદનપત્ર આપેલ છે






