કડી તાલુકાના મેઢા ગામે આજથી 6 તારીખ ના શુક્રવાર રોજ થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા .એએમટીએસ બસનો મેઢાથી લાલ દરવાજા 51/1 બસ રૂટ નો આજથી શુભારંભ કરાયો હતો જેનું ગ્રામ જનો દ્વારા ઢોલ નગારા વગાડી અને સ્વાગત કરાયું હતું આજુબાજુ ગામની જનતાને અમદાવાદ નો લાભ મળી રહે જેથી મેઢા .કણજરી ચંદનપુરા. બાવલુ ગામોની માગણી હતી કે થોળ સુધી એએમટીએસ બસ આવે છે તો અને કડી બાજુ મેળા આદરજ સુધી બસ આવે છે તો અમારે મેઢા.તેમજ આજુબાજુના ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓને અમદાવાદ

અભ્યાસ અર્થે જવું હોય તેમજ બહારગામ જવું હોય તો એ.એમ.ટી .એસ બસની સુવિધા મળી રહે તે હેતુથી મેઢા થી લાલ દરવાજા અને લાલ દરવાજાથી મેઢા એમ ત્રણ. એએમટીએસ બસ જુદા જુદા ટાઈમ અનુસાર ગામમાં આવશે એવું મ્યુનિસિપલ કોર્પોરેશનના એ.એમ.ટી.એસ. ટર્મિનલના ચેરમેન ધરમશીભાઈ દેસાઈએ જણાવ્યું હતું આ પ્રસંગે મેઢા ના ગ્રામજનો તેમજ ડીસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ(.કડી) એ.એમ.ટી.એસ વિજિલન્સ ના નીતિનભાઈ પટેલ જનકભાઈ પટેલ તેમજ હરીશ મિશ્રા અને મોટી સંખ્યામાં આજુબાજુ ગામના લોકો હાજર રહ્યા હતા
રિપોર્ટર હર્ષદ ચૌહાણ






