કડી તાલુકા કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી મેળા આદરજ ગામે કરવામાં આવી હતી

સમગ્ર દેશમાં 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ અંતર્ગત કડી તાલુકા કક્ષાની ઉજવણી મેળા આદરજ ગામે કરવામાં આવી હતી. કડી પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી
તાલુકા કક્ષાની આ ઉજવણી મેળા આદરજ ગામની પ્રાથમિક શાળામાં યોજાઇ હતી પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાએ રાષ્ટ્ર વન ધ્વજવંદન કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને વન વિભાગના અધિકારીઓ ની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
કડી પ્રાંત અધિકારી આશિષ મીયાત્રાએ જણાવ્યું હતું કે 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારતે વર્તમાન બંધારણ નો સ્વીકાર કર્યો હતો તેમણે ભારપૂર્વક જણાવી હતું કે ભારતનું બંધારણ દેશને સાર્વભૌમ. બિનસાંપ્રદાયિક. લોકશાહી .અને પ્રજાસત્તાક .બનાવવા મળે છે

ભારતનું બંધારણ સમાનતા .સ્વતંત્રતા. ન્યાય અને ભાઈચારાના મૂલ્યો પર આધારિત છે
આ કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી દ્વારા તલાટીઓ તેમજ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી આપી સન્માનિત કરાયા હતા
આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને તલાટીઓ. અને પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફ હાજર રહ્યો હતો

રિપોર્ટર હર્ષદ ચૌહાણ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x