કલોલ તાલુકાના સાંતેજ પોલીસે લપકામણ ગામમાં જ્વેલર્સ ની દુકાન માથી સોનાની ચુનીઓની ચોરી કરનાર ચાર મહિલા ગેંગ ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હતી પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 42000 ની કિંમત ની 19 સોનાની ચુનીઓ રિકવર કરી છે લપકામણ ગામના ” અવિરત જ્વેલર્સ” મા બની હતી આ ચાર અજાણી મહિલા દાગીના ખરીદવા ના બહાને દુકાન મા પ્રવેશી ને વેપારી ની નજર ચુકવીને અંદાજે 8 ગ્રામ વજન ની 29 સોનાની ચુનીઓ જેની કિંમત રૂ.1.20.000 હતી તેની ચોરી કરી હતી જેની ફરીયાદ સાંતેજ પોલીસ સ્ટેશન મા નોંધાવામાં આવી હતી ઓ પોલીસ ને તપાસ દરમિયાન રકનપુર ગામ ના પેટ્રોલ પંપ પાસે કેટલીક શંકાસ્પદ મહિલા ઓ સોના. ચાંદીના દાગીના વેંચવા માટે ફરી રહી હોવાની બાતમી મળી હતી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાઓ ને ઝડપી પાડી હતી મહિલા પોલીસ કર્મચારી ની હાજરી માં લેવાયેલી જડતી દરમિયાન તેમની પાસે થી સોનાની 19 ચુનીઓ મળી આવી હતી કડક પુછપરછ કરતા આ મહિલાઓ એ લપકામણ ની સોની ની દુકાન માથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી
બ્યુરો ચીફ વિમલ પારેખ






