તારીખ : ૦૯/૦૧/૨૦૨૬ ને શુક્રવારે કલોલ તાલુકાના વાસંજડા (ક) ગામે કલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર (બકાજી) ના વરદહસ્તે ₹4.43 કરોડના માતબર ખર્ચે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ભૂમિપૂજન, લોકાર્પણ તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમાણપત્રનો વિતરણ કાર્યક્રમ યોજાયો.
ધારાસભ્યશ્રીએ ગામના સર્વાંગી વિકાસ પ્રત્યે પોતાના દૃઢ સંકલ્પને વ્યક્ત કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ માટે અવિરત પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી આપી.

કાર્યક્રમ અંતર્ગત લોકાર્પણ/ ખાતમુહૂર્ત થયેલ પ્રકલ્પો:
🛣️ ₹3.85 કરોડના ખર્ચે
મોટી-ભોયણ – વાસંજડા (ક) – વામજને જોડતા માર્ગનું લોકાર્પણ
🛣️ ₹25 લાખના ખર્ચે
ગામમાં વિવિધ સી.સી. રોડના ખાતમુહૂર્ત
🏫 ₹33.13 લાખના ખર્ચે
ગણેશપુરા [વાસંજડા (ક)] પ્રાથમિક શાળાના નવીન 2 ઓરડાઓનું લોકાર્પણ
🏠 114 લાભાર્થીઓને
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રમાણપત્રનું વિતરણ
આ તકે કલોલ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ પટેલ, મોટી ભોયણ જિલ્લા પંચાયત સીટના સદસ્ય શ્રી કાંતિજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શકરાજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રી ભુલાભાઈ દેસાઈ, ગામના સરપંચશ્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.






