300 થી 400 કરોડ રૂપિયાનું ફુલેકુ સોની પરિવારે ફેરવી ભાગી ગયા હોવાનું લોકોમાં ચર્ચાઅનેક લોકોના પૈસા ડૂબ્યા ધોળકા શહેરના કલીકુંડ વિસ્તારમાં આવેલ હરી જવેલર્સના માલિકો 97 કિલો ચાંદી અને રોકડ લઈ ફરાર!અમદાવાદ ગ્રામ્ય ધોળકા શહેરમાં ત્રણ પેઢીથી પ્રતિષ્ઠિત ગણાતા ‘હરી જવેલર્સ’ ના માલિકોએ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે.ભવ્ય શો-રૂમ અને લક્ઝરી કાર બતાવીને લોકોનો વિશ્વાસ જીતનાર સોની પિતા-પુત્રો રાતોરાત પલાયન થઈ ગયા છે.પ્રાથમિક ફરિયાદ મુજબ આશરે રૂ. 6.04 કરોડની છેતરપિંડી આચરાઈ છે, પરંતુ સ્થાનિકોમાં 300 થી 400 કરોડનું ફૂલેકું હોવાની ચર્ચા છે.ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસેથી લાખો રૂપિયા અને કિલોગ્રામના હિસાબે ચાંદી પડાવી લીધી.કોણ છે આરોપી?: ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ સોની અને તેમના બે પુત્રો યશ સોની તથા દીપ સોની વિરુદ્ધ ગુનો નોંધાયો.વિશ્વાસ જીતવા પેતરો:આશરે 3 કરોડનો ભવ્ય શો-રૂમ અને મસીડીસ બેન્ઝ ગાડી બતાવી લોકોમાં શાખ ઊભી કરી હતી.ફરિયાદી મોહંમદ સજ્જાદ નિવાજખાન પઠાણ પાસેથી 97 કિલો ચાંદી (રૂ. 81.85 લાખ) પડાવ્યા બાદ આરોપીઓએ વાયદા મુજબ ડિલિવરી આપી નહોતી. જ્યારે રોકાણકારો પૈસા માંગવા ગયા, ત્યારે 20 ઓક્ટોબરના રોજ જાણવા મળ્યું કે સોની પરિવાર ઘર અને શો-રૂમને તાળા મારી નાસી છૂટ્યો છે. ફરિયાદી સિવાય અન્ય કેટલાય લોકો પણ આ ઠગાઈનો ભોગ બન્યા છે.
ધોળકા ટાઉન પોલીસે BNS ની કલમ 316(5) અને 61(2) હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. PI જે.ડી. ડાંગરવાલા દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.






