અમદાવાદ શહેરના મટોડા વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને બે ગોડાઉનમાંથી અંદાજે 39 કરોડ રૂપિયાના ગેરકાયદે ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં કરોડો રૂપિયાનો જથ્થો મળી આવ્યો. સમગ્ર માલ કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






